મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે આંચકી આવતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીમાં ઘરે આંચકી આવતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા યુવાનને આંચકી ઉપડી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેની તબિયત ખરાબ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા મગનભાઈ રામભાઈ સોઢીયા (40) નામના યુવાનને તે પોતાના ઘરે હતો ત્યારે અચાનક આંચકી ઉપડી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની લાઇફ લાઇન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જતા હતા તેવામાં સનાળા ગામ નજીક તે યુવાનની તબિયત વધુ ખરાબ થવાને કારણે તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરનગર ગામે રહેતો ધ્રુવ મૂળજીભાઈ મોરવાડિયા તેના પિતા સાથે બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News