મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
SHARE
મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
મોરબીના ગાંધી ચોક પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો મળી આવતા પોલીસે 6440 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ગાંધી ચોક પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અમીરભાઈ હસનભાઈ કુરેશી (38) રહે. રબારીવાસ મોરબી, મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ (23) રહે. વીસીપરા મોરબી, તારમહમદ મોટલાણી (46) રહે. બોરીચાવાસ મોરબી અને નરેશ કનૈયાલાલ કીપલાણી (32) રહે. હાઉસિંગ બોર્ડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 6440 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
એક બોટલ દારૂ
મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શિવ હાર્ડવેર નામની દુકાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પૃથ્વીરાજસિંહ સંજયસિંહ રાઠોડ (21) રહે. હાલ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુરૂ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળકી સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રાજેશભાઈ દેલવાડીયાની દસ વર્ષની દીકરી બંસીને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બંસીને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









