મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ધૂળકોટ પાસે વાડી પાસે બેસી ગયેલ વૃદ્ધનું મોત


SHARE





મોરબીના ધૂળકોટ પાસે વાડી પાસે બેસી ગયેલ વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ધૂળકોટ રહેતા વૃદ્ધ રાતના સમયે વાડીના છેડા પાસે બેસી ગયા હતા અને ત્યાં સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધૂળકોટ ગામે રહેતા ગોરધનભાઈ વીરસીંગભાઇ વાઘેલા (60) નામના વૃદ્ધ ગઈકાલે સીમમાં આવેલ મનહરભાઈ ચૌહાણની વાડીએ ગયા હતા અને આમરણથી ધુળકોટ વચ્ચે ભરતભાઈ કાસુન્દ્રાની વાડીના છેડે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક તેઓ બેસી ગયા હતા અને સ્થળ ઉપર તેઓનું મોત નિપજ્યું હતું જેથી તાત્કાલિક તેઓને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મૂળ લખતર તાલુકાના આદલસર ગામના રહેવાસી કાંતિભાઈ કરસનભાઈ મહુડીયા (35) નામનો યુવાન મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો અને બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News