મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તેની પત્ની-સાસુનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE































મોરબીમાં યુવાન ઉપર તેની પત્ની-સાસુનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાનના માતા પિતા સાથે તેની પત્ની અને સાસુએ ઘરે આવીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે યુવાન તેના દીકરા સાથે ઘરે આવ્યો હતો ત્યારે તેની પત્નીએ તેની કાર ઉપર લાકડાનો ધોકો માર્યો હતો અને યુવાન કારમાંથી નીચે પડતાં તેને પણ ધોકો મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ધક્કો લગતા તેની પત્ની નીચે પડી ગયેલ હતી. ત્યારબાદ યુવાન અને તેના માતા પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં તેની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસે સનરાઈઝ વિલા સી/101 માં રહેતા ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિશાબેન રાજેશભાઈ દફતરી અને રાજેશ્રીબેન રાજેશભાઈ દફતરી રહે. બંને અરુણોદયનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેની પત્ની નિશાબેન તથા સાસુ રાજેશ્રીબેન બંને તેના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના માતા-પિતા સાથે બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપતા હતા તેવામાં તે પોતાના દીકરાને લઈને ઘરે આવતા ફરિયાદીની પત્નીએ કાર ઉપર લાકડીનો ધોકો માર્યો હતો અને ફરીયાદી કારમાંથી નીચે ઉતરતા તેને લાકડી મારવા લાગતા ફરિયાદીએ લાકડી પડાવા જતા ધક્કો લાગવાથી તેની પત્ની નિશાબેન નીચે પડી ગઈ હતી અને ત્યાર બાદ તેણે ફરિયાદી સાથે જપાજપી કરી હતી અને ગાળો આપીને ફરિયાદી તેમજ તેના માતા પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં તેની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News