મોરબીમાં યુવાન ઉપર તેની પત્ની-સાસુનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી
હળવદના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ અને તેના દીકરા ઉપર છરી-ધોકા વડે હુમલો
SHARE
હળવદના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ અને તેના દીકરા ઉપર છરી-ધોકા વડે હુમલો
હળવદના ચાડધ્રા ગામે રહેતા વૃદ્ધએ સરપંચની ચૂંટણીમાં સામેવાળાના પક્ષે વોટ નહીં આપવાનો ખાર રાખીને વૃદ્ધ તથા તેના દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ઝઘડો કરીને ધોકા વડે વૃદ્ધને માર માર્યો હતો તેમજ તેના દીકરાને છરીનો ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરીસંગભાઇ ટાપરીયા (59)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બટુકભાઈ કસુભાઈ ટાપરિયા, મહેશભાઈ બટુકભાઈ ટાપરિયા, ઘનશ્યામદાન અંબાદાન ટાપરિયા, જસકરણભાઈ બટુકભાઈ ટાપરિયા તેમજ રવિદાન વિષ્ણુદાન રહે. બધા ચાડધ્રા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત સરપંચની ચૂંટણીમાં ફરિયાદી તથા તેના દીકરાએ આરોપીઓ તરફે વોટ નહીં આપ્યાનો ખાર રાખીને હુમલો કર્યો હતો અને ફરિયાદી તથા તેના દીકરા સાથે બોલાચાલી ઝઘડો કરીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં પરંતુ ફરિયાદીના દીકરા રવિદાન દોલતભાઈ ટાપરિયાને છરીનો ઘા માર્યો હતો તેમજ ફરિયાદી તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.