મોરબીના ખાખરળા પાસે આવેલ શેડમાંથી 4.50 લાખના 150 મણ જીરૂની ચોરી
SHARE
મોરબીના ખાખરળા પાસે આવેલ શેડમાંથી 4.50 લાખના 150 મણ જીરૂની ચોરી
મોરબીના ખાખરળા ગામે રહેતા ખેડૂતે પોતાનો જીરુંનો પાક આવ્યા બાદ તેને ગામની સીમમાં આવેલ બંધ પડેલી ઓઇલ મીલના શેડમાં મૂક્યો હતો ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 4,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (55)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ખાખરાળા ગામે આવેલી તેઓની જમીન તથા ભાગવી રાખેલ જમીનમાં તેઓએ જીરુંનો પાક લીધો હતો અને જીરૂનો તૈયાર જથ્થો તેઓની પાસે રાખવા માટેની સગવડ ન હોવાથી તેમણે સાહેદ ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયા રહે. હાલ મોરબી વાળાની બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખ્યો હતો અને ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4.50 લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલા સારવારમાં
હળવદના દેવીપુર ગામે રહેતા અનસોયાબેન અરજણભાઈ સોનાગ્રા (53) નામના મહિલા બાઇકમાં બેસીને જુના અમરાપરથી પોતાના ઘરે દેવીપુર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં અનસોયાબેનને બંને હાથના કાંડામાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









