પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામેથી સગીરાનું અપહરણ; શોધખોળ શરૂ


SHARE















મોરબીના ગુંગણ ગામેથી સગીરાનું અપહરણ; શોધખોળ શરૂ

મોરબીના માળીયા હાઈવે ગુંગણ ગામે રહીને મજુરીકામ કરતા મુળ એમપીના પરીવારની સગીર વયની દીકરીનું અપહરણ થતા ગુનો નોંધાવા પામેલ છે. તાલુકા પોલીસે ભોગ બનનારની શોધખોળ શરૂ કરેલ છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના ગુંગણ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા પરીવારની સગીરવયની દિકરીનું ત્યાં વાડી વિસ્તારમાં જ રહીને ખેત મજુરીનું કામ કરતો શંકર ગોપાલભાઈ કોળી મુળ રહે. ખામખેડા ગોલવાડી ખરગોન મધ્યપ્રદેશ હાલ ગુંગણ તા.મોરબી વાળો લલચાવી ફોસલાવીને બદકામના ઈરાદે અપહરણ કરી ગયેલ હોય ભોગ બનનાર સગિરાના પિતાએ શંકર કોળીની સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પીઆઈ એસ.કે. ચારેલ દ્વારા અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનનારને શોધવા તેમજ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વૃધ્ધા સારવારમાં
 હળવદના ઈશ્વરનગર ગામે રહેતા સવિતાબેન બેચરભાઈ પટેલ નામના 77 વર્ષના વૃધ્ધાને હળવદ ખાતે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા. જયારે બગથળા બીલીયાની વચ્ચે બાઈક સાથે બાઈક અથડાતા રાજેશભાઈ વાલજીભાઈ ધામેચા (51) રહે. બગથળા તા.મોરબીને સારવારમાં ખસેડાયા હતા. જયારે રફાળેશ્ર્વર ચોકડી પાસે આગળ જતા ટ્રેકટરના ચાલક બ્રેક મારતા બાઈક પાછળ ઘુસી જતા વાસુદેવભાઈ મોહનભાઈ પટેલ (65) રહે. પીપળી તા.મોરબીને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા
હતા.

વાહન અકસ્માત
 હળવદના કડીયાણા ગામે વાડી વિસ્તારમાંથી ઘરે જતા સમયે બાઈકની આડે અચાનક ભેંસ આડી ઉતરતા થયેલ અકસ્માતમાં ઈજા પામેલા વસંતબેન વિક્રમભાઈ ચારોલા (32) રહે. કડીયાણાને સારવાર માટે મોરબી લવાયા હતા. તેમજ ચોટીલાના રાજપર (ચોબારી) ગામે રહેતા મીઠીબેન નાથાભાઈ દૂધરેજીયા નામના 56 વર્ષના મહીલા ગામમાં પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામ્યા હોય સારવારમાં મોરબી લવાયા હતા.

આધેડ સારવારમાં
 મોરબી વાવડી રોડ ગણેશનગરમાં રહેતા માલાભાઈ હરીભાઈ નકુમ નામના 62 વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે કોઈ કાર સાથે અથડાતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા. જયારે મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાછળ બાઈકમાંથી નીચે પડી જતા સંધ્યાબેન પ્રકાશભાઈ કઢીયા રહે. ભડીયાદ રોડ મોરબી-2ને હાથમાં ફ્રેકચર થતા દવાખાસે સારવારમાં ખસેડાયા હતા.

જયારે રવાપર ગામે બે બાઈક અથડાતા મનસુખભાઈ લવજીભાઈ હિંસુ (ઉ.48) રહે. તુલસીપત્ર એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કુલ પાસે રવાપરને સારવારમાં ખસેડાયા હતા. જયારે રેલ્વે સ્ટેશન રોડ જડેશ્ર્વર મહાદેવ મંદિર પાસે ઘરે ઈલેકટ્રીકનું કામ કરતા સમયે શોટ લાગતા જતીનભાઈ રમેશચંદ્ર (50)ને સિવિલે ખસેડાયા હતા અને બાઈકમાંથી નીચે પડી જતા કિરણબેન પ્રભુભાઈ નકુમ (21) રહે. 15 વજેપર મોરબીને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા






Latest News