પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ભરશિયાળે પાણીની માંગ સાથે રામધૂન !


SHARE















મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ભરશિયાળે પાણીની માંગ સાથે રામધૂન !

મોરબીમાં આવેલ રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાણીનો પ્રશ્ન છે જેને ઉકેલવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરેલ છે પણ કામ કરવામાં આવતું ન હતું જેથી કરીને આજે વાજતે ગાજતે સોસાયટીથી મહાપાલિકા કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે લોકોને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી માંગણી મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે સરકારમાંથી પાણીની લાઇન માટેનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે અને આગામી ટૂંક સમયમાં તે સોસાયટીનો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું જવાબદાર અધિકારીરજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું

મોરબી નગરપાલિકા હતી ત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો હતા તેને ઉકેલવા માટે મહાપાલિકાના કમિશનરની સૂચના મુજબ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે જોકે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ન્યુ ચંદ્રેશનગર સોસાયટીની બાજુમાં ઋષભનગર સોસાયટી આવેલ છે અને તે સોસાયટીમાં રહેતા લોકોને આજકાલ નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું નથી જેથી કરીને તે વિસ્તારના લોકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં તથા ત્યાર બાદ મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં આવેલ નથી.

ઋષભનગરમાં રહેતા સપનાબેન કાવર, પ્રભાબેન શાંતિભાઈ અને કવિતાબેન ભાટિયા સહિતના મહિલાઓ સહિતના લોકો પાણીના પ્રશ્ને રોષે ભરાયા હતા અને તેઓએ પોતાની સોસાયટીથી મહાપાલીકા કચેરી સુધી વાંતે ગાજતે એક રેલીનું આયોજન કર્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા અને આ રેલી મહાપાલિકાની કચેરી ખાતે પહોંચી ત્યારે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓ દ્વારા કચેરીમાં શ્રીરામ જય રામ જય જય રામની ધૂન અને રસિયો રૂપાળો પાણી આપો ઘેર જાવું ગમતું નથી.. સહિતના તંત્ર અને અધિકારીઓને ટાંકીને ફટાણા બોલ્યા હતા.

ત્યારબાદ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોની રજૂઆત સાંભળીને તેઓને એકાંતરા પાણી માટે તેના માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને તે લોકોને પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈને તે માટે સરકારમાંથી નવી પાઇપ લાઇનનો પ્રોજેકટ મંજૂર થઈ ગયેલ છે તેની પણ માહિતી આપેલ હતી. અને મોરબીના અન્ય વિસ્તારમાં જે રીતે પાણી મળે છે તે રીતે આ વિસ્તારમાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ જશે તેવી ખાતરી આપી હતી.

જોકે, રજૂઆત કરવા માટે આવેલા કાનજીભાઇ સંઘાણી સહિતના લોકોએ તેઓને તાત્કાલિક પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી અને તેઓને પાણી ન મળે ત્યાં સુધી મહિલાઓ સહિતના લોકો ત્યાં જ બેસી રહેશે તેવો નિર્ધાર કર્યો હતો જેથી કરીને રજૂઆત કરવા માટે આવેલા લોકો માટે પૂરી, શાક, ગાંઠિયાની મહિલાઓ સહિતના લોકોની સાથે આવેલા આગેવાન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મહાપાલિકાના પટાંગણમાં તે લોકોએ નાસ્તો કર્યો હતો અને તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી મહાપાલિકા કચેરીએ ઘરે જવું નથી તેવો નિર્ધાર કર્યો હતો. 






Latest News