હળવદના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ અને તેના દીકરા ઉપર છરી-ધોકા વડે હુમલો
મોરબીના ખાનપર ગામે નિવૃત્ત થતા શિક્ષકને વિદાયમાન, બગથળા કન્યા શાળામાં લંચબોક્સનું વિતરણ
SHARE
મોરબીના ખાનપર ગામે નિવૃત્ત થતા શિક્ષકને વિદાયમાન, બગથળા કન્યા શાળામાં લંચબોક્સનું વિતરણ
શ્રી ખાનપર ગ્રામ પંચાયત સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર મુકામે વય નિવૃત્ત થતા શિક્ષક બી.એમ ફુલતરીયાના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ નવ નિયુક્ત જ્ઞાન સહાયકના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંપૂર્ણ આયોજન શિક્ષણ પ્રેમી યુવાનો તેમજ શાળાના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું.નિવૃત્ત શિક્ષકને માનભેર વિદાય અને તેમણે કરેલા વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યો અને સ્મરણો વાગોળવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીગણ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.સ્વાગત પ્રવચન ડી.બી સવસાણીએ કર્યુ હતુ.તેમજ શાળાના વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા.આભાર વિધિ પ્રા.શાળાના આચાર્ય ઇશ્વરભાઇ સાવરીયાએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન વી.ડી.બસિયાએ કર્યું હતું.જયારે મોરબી તાલુકાની શ્રી બગથળા કન્યા શાળામાં સ્વ.દલપતભાઈ રામાનુજની ૧૨ મી પુણ્યતિથિ નિમિતે તેના પુત્ર સંજય ઉર્ફે રામાભાઈ દ્વારા લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જે બદલ શાળા પરિવારે દાતા રામાભાઈનો આભાર માન્યો હતો.