મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા


SHARE































મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા

મોરબીમાં લખધીરપુરથી નીચી માંડલ સુધીનો નવો રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં ટંકારાના ધારાસભ્યએ આજે સ્થળ ઉપર જઈને ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીને સ્થળ ઉપરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબીમાં નેશનલ હાઇવે રોડ થી લખધીરપુર થઈને નીચી માંડલ સુધીનો ૧૦ મીટર પહોળો સીસી  રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા પહોચ્યા હતા અને હાલમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉદ્યોગકારોની માંગણી મુજબ નેશનલ હાઇવે એપ્રોચ રસ્તાના વિજપોલ અને અન્ય દબાણો હટાવી ફેનીંગ એરીયાની લંબાઇ પહોળાઈ વધારવા માટે અધિકારીઓને સ્થળ ઉપરથી જ ધારાસભ્ય દ્વારા સુચના આપવામાં આવી હતી. અને કેનાલ રોડથી ઘુંટુ તરફ જતા નવા બનેલ સીરામિક ક્લસ્ટરના સીસી રોડ ઉપર ઘુંટુ નદી ઉપર સ્મશાન પાસે નવો બ્રીજ બનાવો જરુરી છે. જેથી કરીને ચોમાસામાં ત્યાં પાણી ભરાયેલ હોય તો પણ ભારે વાહનોની અવર જવર જુના ઘુંટુ રોડ ઉપર કરી શકાય તેમ છે. આ ઉપરાંત હાલમાં લખધીરપુર રોડથી ઘુંટુ વાયા લિવોલા થઇને જતા સીસી રોડનુ કામ પ્રગતિમાં છે. જેમાં પણ ઘુટુ ગામની નદીના હૈયાત વોકળા પર બ્રીજ બનાવો જરુરી છે. આ બ્રીજ બને તો જ લખધીરપુરથી હળવદ રોડને કનેક્ટિવિટી મળે તેમ છે. આ બાબત ધારાસભ્ય સાથે વાત કરતાં તેઓએ બ્રીજ માટે પણ અધિકારી સાથે વાત કરીને જરૂરી સૂચના આપેલ છે. અને દરખાસ્ત મોકલવા ભલામણ કરી હતી. જેથી લખધીરપુર રોડના તમામ ઉધોગકારો અને સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનો આભાર વ્યક્ત કરાયો હતો. 












Latest News