મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મંત્રીની હાજરીમાં પ્રાકૃતિક ખેતીનું ધરતીપુત્રોને માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જિલ્લામાં મંત્રીની હાજરીમાં પ્રાકૃતિક ખેતીનું ધરતીપુત્રોને માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગઅંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, જિલ્લાના વહિવટી તંત્રએ મોટી સંખ્યામાં ખેડુતોને અત્રે એકત્ર કરીને પ્રાકૃતિક ખેતીની વાત વધાવીને ખેડૂતોને જાણકારી આપી સતત ત્રણ કલાક બેસીને ખેડૂતોએ રસ દાખવ્યો છે. આવનારા દિવસો માટે એક શુભ સંકેત છે. ગુજરાત સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. આ દિશામાં મોરબી જિલ્લો આગળ વધશે તેવી અપેક્ષા અને આશા છે.

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન કૃષિ પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં આણંદ ખાતે આયોજન કરવામાં  આવ્યું છે. આ કોન્કલેવ અંતગર્ત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વર્ચ્યુઅલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહિ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતની વિવિધ કમિટિના ચેરમેન સર્વેઓ હરિભાઇ ટમારીયા, હંસાબેન પારધી, અજયભાઇ લોરીયા, પ્રવિણભાઇ સોનાગ્રા, અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહેલ, ઈશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા ખેતિવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, નાયબ જિલ્લા ખેતિવાડી અધિકારી સીણોજીયા, મોરબી સીટી મામલતદાર રૂપાપરા, જીજ્ઞેશ કૈલા સહિતના અગ્રણીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News