મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચૂંટણીના મતદાન મથકોના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ


SHARE









મોરબી જિલ્લામાં ચૂંટણીના મતદાન મથકોના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને લઇ મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામા જણાવ્યા અનુસાર તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ જાહેરનામા અન્વયે મુક્તિ આપવામાં આવી છે.




Latest News