મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું
SHARE
મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું
મોરબીની રૂષભનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિક લોકો સવારે 11 વાગ્યે રજૂઆત કરવામાં આવેલ હતા જો કે, અધિકારી આપેલ ખાતરી પછી મહિલાઓ સહિતના લોકોને સંતોષ ન થતાં મહિલાઓ સહિતના લોકો સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકામાં જ બેઠા હતા અને રામધૂન ચાલુ રાખી હતી જો કે, પાણી એકાંતરા આપવાની અને સમયસર આપવાની વધુ એક વખત ખાતરી આપતા લોકો આંદોલન સમેટીને ઘરે રવાના થયા હતા.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઋષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું ન હતું જેથી કરીને સવારે 11 વાગ્યે મહાપાલિકા કચેરી ખાતે વાજતે ગાજતે રેલી લઈને આવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા અને આ રેલી મહાપાલિકાની કચેરી ખાતે પહોંચી ત્યારે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓએ કચેરીમાં રામધૂન બોલાવી હતી અને ત્યાર બાદ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને સાંભળીને તેઓને એકાંતરા પાણી માટે તેવી ખાતરી આપી હતી જો કે, લોકોને તે ખાતરીથી સંતોષ ન હતો જેથી કરીને મહિલાઓ સહિત મહાપાલિકા કચેરી ખાતે જ રોકાયા હતા અને બપોરે ત્યાં જ કચેરીના પટાંગણમાં ભોજન કર્યું હતું. ત્યાર બાદ સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકા કચેરીએ રોકાયા હતા જેથી અધિકારી રાતે તેઓને પાણી આપવાની ખાતરી આપી હતી અને તેમનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય તેના માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી સ્થાનિક લોકો આંદોલન પૂરું કરીને ઘરે રવાના થયા હતા.