મોરબીમાં જુદીજુદી બે જગ્યાએથી દારૂની નાની 41 બોટલ સાથે બે શખ્સ પકડાયા
કારખાનેદારે કરેલ આપઘાતનો મામલો: હળવદ તાલુકામાં વ્યાજખોર સહિત કુલ 10 શખ્સો સામે સ્યૂસાઇટ નોટ આધારે ગુનો નોંધાયો
SHARE
કારખાનેદારે કરેલ આપઘાતનો મામલો: હળવદ તાલુકામાં વ્યાજખોર સહિત કુલ 10 શખ્સો સામે સ્યૂસાઇટ નોટ આધારે ગુનો નોંધાયો
હળવદના સરા રોડ ઉપર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા કારખાનેદારે કેદારીયા ગામ પાસે લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રા.લિ. નામના નવા બનતા કારખાનાના ગ્રાઉન્ડમાં પોતાની ક્રેટા ગાડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તે વેપારી યુવાન પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેના આધારે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને વ્યાજખોરો સહિત કુલ મળીને 10 શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવીનભાઈ આદ્રોજા (45)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શરદભાઈ વાલજીભાઈ પટેલ અને સુરેશભાઈ વાલજીભાઈ પટેલ રહે. બંને હળવદ તથા ભરતભાઈ ગાંડુભાઈ ભટાસણા રહે. મોરબી, અનિલભાઈ મંગલ રહે. સેંધવા ગામ એમ્ફિ, ગજાનનભાઈ જોશી રહે. રાધનપુર, સૌરભરાઠી રાઠી (રાઠી એન્ટરપ્રાઇઝ), ગીરીશભાઈ મહેશ્વરી (સૌરભ રાઠીના બનેવી), ઘેટીદાદા (ગજાનંદભાઈનો માણસ), જગદીશભાઈ મહાદેવ (કેન્વાસિંગ વાળા) તથા રામજીભાઈ રામનિવાસ એન્ડ કુ. વાળા ની સામે પતિને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિએ કેદારીયા ગામની સીમમાં નવા બનતા લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રા. લિ. નામના કારખાનાના ગ્રાઉન્ડમાં પોતાની ક્રેટા ગાડીની અંદર બેસીને ત્યાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને ફરિયાદીના પતિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
ત્યાર બાદ મૃતક યુવાનના પત્નીએ લખાવેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, શરદભાઈ અને સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપિયા ચૂકવી આપવા છતાં લીધેલ જમીનનો દસ્તાવેજ ન કરી આપીને વધારાના એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તેમજ ભરતભાઈ ભટાસણા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની ચુકવણી કરી આપવા છતાં વધારે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી તો બાકીના સાતે આરોપીઓ દ્વારા ધંધાના બાકી રૂપિયાની ઉઘરાણી કરી અને ફરિયાદીના પતિને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી આમ આરોપીઓના માનસિક ત્રાસના કારણે ફરિયાદીના પતિએ કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે હાલમાં કુલ 10 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.