માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
SHARE
માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
માળીયા બીઆરસી ભવન દ્વારા મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો આધારિત જુદી જુદી 25 કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી, વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલ સૌને કૃતિના સિદ્ધાંત, રચના, નિર્માણ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત સમજ આપી હતી, તમામ બાળ વૈજ્ઞાનિકો દાતોઓને શિલ્ડ અને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા, પ્રદર્શનના દાતા તરીકે કિરીટભાઈ કાનગડ તેમજ વિપુલભાઈ સરડવા વિનય સાયન્સ સ્કૂલ પીપળીયા તરફથી અદકેરું યોગદાન આપ્યું હતું, આ પ્રદર્શનમાં પારસભાઈ સાવલિયા, બી.એન.વિડજા, સીતાબેન લાવડીયા, લખમણભાઈ નાટડા, શર્મિલાબેન હુંબલ, પ્રવિણભાઈ ભોરણીયા, હરદેવભાઈ કાનગડ, સુરેશભાઈ ડાંગર, અમુભાઈ ડાંગર સહિતના હાજર રહ્યા હતા.