પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર
SHARE
મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો દ્વારા મોરબી એસપી કચેરી ખાતે જઈને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો સહિતના જે દુષણ છે તેને સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા શિવનગરમાં સભા યોજાયા બાદ પોલીસ મથક ખાતે જઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે દરમિયાન જો વાત કરીએ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઇ કાલરીયા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજન તેમજ અમુભાઇ હુંબલ, મહેશભાઇ રાજકોટીયા સહિતના આગેવાનોની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચીને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આવેદન સાથોસાથ મોરબી જિલ્લામાં જુદી જુદી 300 જગ્યા ઉપર દેશી દારૂ અને અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થતું હોવા અંગેની યાદીનું એક લિસ્ટ એસપીને આપવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું જે વેચાણ થાય છે તે સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં આજની તારીખે દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ વગેરે જેવી નશાકારક વસ્તુઓનો ખુલ્લેઆમ વેચાણ થાય છે અને પોલીસની હપ્તાખોરી નીતિના કારણે આ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેને સદંતર બંધ કરવા માટે અને જીગ્નેશભાઇ મેવાણીના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે









