મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના
SHARE
મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તે ગુજરાતમાંથી સૌપ્રથમ વખત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સિલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચુટાયા છે. મોરબી સિરામિક મેન્યુ. એસો. ના પ્રમુખ હરેશ બોપલિયા તેમજ માજી પ્રમુખ કિરીટભાઇ ઓગણજા, મુકેશભાઇ કુંડારિયા સહિતના આગેવાનો તેમજ ઉદ્યોગકારોએ તેઓને અભિનંદન આપેલ છે.