મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE















ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવામાં પડી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું જ્યારે વીરપર અને લજાઈ વચ્ચે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે આ બન્ને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને ટંકારાના જીવાપર ગામેથી સવારે 8:00 વાગ્યે કોલ આવ્યો હતો અને ત્યાં જીવાપર ગામથી 4 કિલો મીટર વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ અજાણ્યો યુવાન પડી ગયેલ છે જેથી કરીને તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કૂવામાં પડી ગયેલ યુવાનના મૃતદેને કૂવામાંથી બહાર કાઢી હતી અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે કૂવામાં પડી જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી.

ટંકારાના વીરપર અને લજાઈ ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે કનુભાઈ સીમલા ભુરીયા (60) નામના વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ફાયરની ટીમે પાણીમાંથી બાહર કાઢ્યો હતો અને તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મોરબીના લાલપર ગામ પાસે આવેલ ડમ્પીંગ સાઈડમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જે બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ત્યાં જઈને પાણીનો મારો કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News