મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો ધોવાઈ ગયો છે જેથી અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે તેમ છતાં પણ સ્થાનિક અધિકારી અને તંત્ર દ્વારા તે ખાડા પૂરવા માટે રોડ રીપેર કરવા માટેની તસ્તી લેવામાં આવતી નથી જેથી જાગૃત સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરીને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારાના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીથી ટંકારા સુધીનો જે ફોરટ્રેક રસ્તો આવેલો છે તેમા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે રસ્તો ઘણી જગ્યાએ ધોવાઈ ગયો છે જેથી મોરબીથી ટંકારા સુધીના રસ્તામાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને જીવલેણ અકસ્માત થવાની શક્યતા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા તે રોડને રીપેર કરવા માટેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે આ રોડમાં પડેલા ખાડા વહેલી તકે બુરવામાં આવે અને રોડને ટ્રાફિક માટે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યુ છેકે, આ રોડ ઉપર ઘણા બધા શૈક્ષણિક સંકુલ આવેલા છે તેમજ 24 કલાક રોડ ટ્રાફિકની ધમધમતો હોય છે ત્યારે રોડ ઉપરના ખાડાના લીધે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા રોડના ખાડા બુરવામાં આવે તે જરૂરી છે






Latest News