મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE







ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનામાંથી મોબાઇલની ચોરી થઈ હતી તેમજ તે વિસ્તારમાંથી એક બાઈકની ચોરી થઈ હતી જે બંને ચોરીના બનાવનો ગણતરીના દિવસોમાં ટંકારા તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખેલ છે અને ચોરા મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બાઈક લઈને હિન્દીભાસી શખ્સ મોબાઈલ ફોન વેચવા માટે શનિવારી બજારમાં આવેલ છે તેવી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બાઈક લઈને આવેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે ઇ-ગુજકોક/ પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશન મારફતે બાઈકની તપાસ કરતા તે બાઇક હરબટીયાળી ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ નમેરાનું હોવાનું સામે આવ્યું હતું અને તેને બાઇક ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ શખ્સ પાસેથી એક ચોરાઉ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો જે હરબટીયાળી ગામ નજીક આવેલ કારખાનામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ મોબાઈલ અને બાઇક કબ્જે કરીને આરોપી રવિ વેસ્તાભાઈ મેયડીયા (20) રહે. હાલ ઓરેન્જ પોલીપેક કારખાનાના લેબર કવાર્ટરમાં ચાચાપર ગામ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી ચોરી કરેલ બાઈક તથા મોબાઈલ ફોન મળીને 29,000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરી ટંકારાના પી.આઈ કે.એમ.છાસિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News