મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત


SHARE









મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવાને યુવતીને માર માર્યો હતો જેથી યુવતીનું મોત નીપજયું હતું જેથી યુવતીની સાથે રહેતા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જો કે, યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈને આવ્યા હતા ત્યારે યુવાને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલાત આપેલ હતી અને ત્યાર બાદ યુવાનની તબિયત બગડી હતી જેથી તેને 108 મારફતે મોરબી સિવિલે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બાનવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાન રૂમની બહાર જતો રહ્યો હતો અને તે રૂમમાં પાછો આવ્યો ત્યારે પુષ્પાદેવી મૃત હાલતમાં પડી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યાં તેણે પુષ્પાદેવીની હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે. દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાની તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેણે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલેખનીય છેકે, મૃતક યુવતી અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈએ ફરિયાઈ બનીને મૃતક યુવાન સામે તેની સાથે રહેતી યુવતીની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જયારે યુવાનના મોત સંદર્ભે મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News