વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેલટરે બહાર પાડ્યું જાહેરનામું
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ હાઇવેનું ૧૫ દિવસમાં રિ-સર્ફેસિંગ ન થાય તો રસ્તો ચક્કાજામ કરીશ: મહેશ રાજકોટિયા


SHARE











મોરબી-રાજકોટ હાઇવેનું ૧૫ દિવસમાં રિ-સર્ફેસિંગ ન થાય તો રસ્તો ચક્કાજામ કરીશ: મહેશ રાજકોટિયા

મોરબી-રાજકોટ ફોરલેન રસ્તો બનાવવામાં આવેલ છે તે રોડનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં રોડમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે જેથી મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસનાં આગેવાને હાઇવેનું રિ-સર્ફેસિંગ કરવા માટે તંત્રને ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે  અને જો ૧૫ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને વધુમાં સરકારને સીધી ચેતવણી આપી છે કે, “ભાજપના ધારાસભ્યનો પત્ર કચરાપેટીમાં નાખ્યો એમ મારો પત્ર ન નાખતા નહીં તો ગાંધીનગર સુધી રેલો આવશે”.

મોરબી-રાજકોટ રાજ્ય ધોરી માર્ગની હાલત આજે મગરની પીઠજેવી થઈ ગયેલ છે. અને તેના કારણે આ રોડ ઉપરથી પસાર થતાં લાખો વાહનોને નુકશાન અને કરોડો રૂપિયાનું ઇંધણ વ્યર્થ જાય છે આટલું જ નહીં ટ્રાફિકજામ, નાના-મોટા અકસ્માતો સહિતના અનેક પ્રશ્નો છે જેથી મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય ઈજનેર, કાર્યપાલક ઈજનેર, જિલ્લા કલેક્ટર તથા એસ.પી. સુધી આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, જો ૧૫ દિવસમાં રાજકોટ-મોરબી હાઇવેનું રિ-સર્ફેસિંગ શરૂ નહીં થાય તો ગામલોકો અને આગેવાનો સાથે મળીને રોડ ચક્કાજામ કરીશું” વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં વાવડી ચોકડી, પિપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા, લજાઈ અને ટંકારા ચોકડીએ માસ મોટા ખાડા છે. જો કે, સ્થાનિક ભાજપ ધારાસભ્યે લેખિતમાં રજૂઆત કરી હતી તેને સરકારે કચરાપેટીમાં નાખી દીધીઅને ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવ્યા હતા ત્યારે શનાળાથી કમલમ સુધીનો રોડ ચકચકિત કરી દેવાયો હતો જો કે, મોરબીથી રાજકોટ સુધીના રોડ ઉપર ઠેરઠેર ખાડા છે. જેના લીધે વાહન ચાલકો સહિતના લોકો હેરાન છે. ત્યારે લોકોના હિતને ધ્યાને રાખીને હાલમાં રજૂઆત કરવામાં આવી છે જો કે, અધિકારીઓ દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રોડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News