મોરબી-રાજકોટ હાઇવેનું ૧૫ દિવસમાં રિ-સર્ફેસિંગ ન થાય તો રસ્તો ચક્કાજામ કરીશ: મહેશ રાજકોટિયા
મોરબીના જીકિયારી ગામે મામલતદારના હુકમનો ઉલાળ્યો કરીને ખેતરે જવાનો ગાડા માર્ગ પિતા-પુત્રએ બંધ કરી દીધો !
SHARE
મોરબીના જીકિયારી ગામે મામલતદારના હુકમનો ઉલાળ્યો કરીને ખેતરે જવાનો ગાડા માર્ગ પિતા-પુત્રએ બંધ કરી દીધો !
મોરબીના જીકિયારી ગામે ગાડા માર્ગ ઉપરથી ખેડૂતને ખેતીના સાધનો લઈ જવા દેવા માટે મામલતદારે હુકમ કર્યો હતો તો પણ તેને જવા દેવામાં આવતા ન હતા જેથી મામલતદારના હુકમનું પાલન ન કરનાર પિતા પુત્રની સામે વૃદ્ધ ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે મામલતદારના હુકમનું પાલન ન કરવા સબબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા જયંતીભાઈ શંકરભાઈ બાવરવા (61)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુદરભાઈ ત્રિભુવનભાઈ બાવરવા અને તેના દીકરા ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા રહે. બંને જિકિયારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, જીકિયારી ગામની સીમમાં સર્વે નંબર 102 પૈકી 2 માં તેની ખેતીની જમીન આવેલ છે અને ત્યાં જવા માટેનો ગાડા માર્ગ સર્વે નંબર 102 પૈકી 1 માંથી પસાર થાય છે ત્યાંથી આરોપીઓ વૃદ્ધ ખેડૂતને ચાલવા દેતા ન હતા જેથી વૃદ્ધ ખેડૂતે મોરબી તાલુકા મામલતદાર સમક્ષ કરેલ ફરિયાદનો કેસ ચાલી ગયો હતો અને તેમાં મામલતદારે ગત તા. 21/6/2021 ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, ગાડા વગેરેની અવરજવર કરવા માટે ગાડા માર્ગ ખુલ્લો રાખવો અને રસ્તાની જગ્યામાં કોઈ પણ અવરોધ ઊભા કરવા નહીં તેવો કાયમી હુકમ કર્યો હતો તેમ છતાં પણ આરોપીઓએ ગત તા. 15/11/25 થી ફરિયાદીની અવરજવર બંધ કરી હતી અને ફરિયાદીને તેના ખેતરમાં જવા દેતા ન હતા જેથી તાલુકા મામલતદારના હુકમનું પાલન ન કરવા સબબ ભોગ બનેલ ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને પિતા-પુત્રને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઈકની ચોરી
મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા રાજેશભાઈ હરિભાઈ લગધીરકા (47)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, નાકડાવાસ ગામે સરમારીયા દાદાના મંદિર પાસે આવેલ ચા ની દુકાન નજીક તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 જે 8417 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે