મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએથી 230 લિટર દેશી દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 આરોપી પકડાયા, એકની શોધખોળ
SHARE
મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએથી 230 લિટર દેશી દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 આરોપી પકડાયા, એકની શોધખોળ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પંપની બાજુમાંથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષાને રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી 110 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા જયારે બેલા ગામ પાસે બાવળની કાંટમાંથી 120 લિટર દેશી દારૂ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જો કે, માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોર ખીજડીયા ગામની સીમમાં નવલખી રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક પંપની બાજુમાંથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2301 ને રોકવામાં આવી હતી અને રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી 110 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 22 હજારની કિંમતનો દારૂ તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1.22 લાખના મુદ્દામાલ સાથે અલ્તાફભાઈ હૈદરભાઈ ભટ્ટી (22) રહે. કુલીનગર વીસીપરા મોરબી અને હનીફાબેન સૈયદુભાઇ જેડા (37) રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે દારૂની બીજી રેડ બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તે તળાવ પાસે બાવળની કાંટમાં કરી હતી ત્યારે ત્યાંથી 120 લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી અરુણભાઈ રતિલાલ શીરોયા (22) રહે. શક્તિ પાનની બાજુમાં વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ માલ તરીકે ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં સ્મશાન પાસે બાવળની કાંઠમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ રામજીભાઈ વારનેસિયા (35) રહે. ભડીયાદ કાંટે મોરબી, ચકુભાઈ મનસુખભાઈ સેલાણીયા (30) રહે. ભડીયાદ કાંટે મોરબી અને રમેશભાઈ પરસોતમભાઈ સારલા (50) રહે. નવા જાંબુડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 470 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









