વાંકાનેરના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિરને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર
મોરબી નજીક ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ
SHARE
મોરબી નજીક ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ
મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી રાત્રિના સમયગાળા દરમિયાન ડીઝલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ટેન્કરમાં આગ લાગી હતી જેથી આ બનાવની મોરબી મહાપાલિકાને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને ટેન્કરમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવી હતી.
મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ રવિવારે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી ડીઝલ ભરેલું ટેન્કર નંબર જીજે 36 ટી 3329 પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને થોડીવાર માટે રસ્તા ઉપરથી વાહનોની અવર જવર બંધ થઈ ગયેલ હતી. અને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર સાથે ફાયરની ટીમ ઘટના પહોંચી હતી અને ટેન્કરમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. અને આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી જો કે, આગ લાગવાના કારણે ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે.









