મોરબીમાં એક માહિનામાં આઇકોનીક બ્રિજ સહિત 400 કરોડથી વધુના વિકાસ કામોનું કરાશે ખાતમહુર્ત: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
SHARE
મોરબીમાં એક માહિનામાં આઇકોનીક બ્રિજ સહિત 400 કરોડથી વધુના વિકાસ કામોનું કરાશે ખાતમહુર્ત: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકારમાંથી વિકાસ કામો માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને મોરબીમાં આઇકોનિક કેબલ બ્રિજ માટે 150 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે તે સહિત લગભગ 400 કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે તેવી માહિતી મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રીએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને લોકોને આપેલ છે સાથોસાથ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો મુકવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહાનગરપાલિકા આપવામાં આવ્યા બાદ કરોડો રૂપિયા વિકાસ કામો માટે ધડાધડ મંજૂર કરવામાં આવી રહ્યા છે અને આગામી લગભગ એક થી દોઢ મહિનાની અંદર મોરબી વિસ્તારમાં 400 કરોડથી વધુના કામોના ખાતમહુર્ત થવાના છે જેમાં 150 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક કેબલ બ્રિજ, 45 કરોડના ખર્ચે બીજો બ્રિજ, 55 કરોડના ખર્ચે કેનાલનું કામ અને 50 કરોડના ખર્ચે વીજ કંપનીના કેબલ વાયર અંડર ગ્રાઉન્ડ કરવા માટેનું કામ સહિતના જુદા જુદા કરોડો રૂપિયાના કામ જે મંજૂર કરવામાં આવ્યા છે તે ઝડપથી થાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ મોરબીમાં રોડ રસ્તાના જે કામ ચાલી રહ્યા છે તે એકીસાથે જો કરવામાં આવે તો ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થાય તેમ છે જેથી કરીને ક્રમશઃ એક પછી એક રોડ રસ્તાના કામ આગળ વધતા જાય છે અને ટ્રાફિક સહિત કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉભા ન થાય તે પ્રકારે રોડ રીપેરીંગ અને રોડ નવા બનાવવા સહિતના કામો હાલમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આપણું મોરબી સારું મોરબી બને તેના માટે સરકાર તરફથી ખૂબ ગ્રાન્ટ આપવામાં આવે છે અને તે ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ કામ કરી રહી છે.