મોરબીના શનાળા પાસેથી દારૂ ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: 1.30 લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 94 ચાઈનીઝ ફીરકી સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 94 ચાઈનીઝ ફીરકી સાથે આરોપીની ધરપકડ
મોરબીના નાની બજાર પાસે આવેલ રાધેશ્યામ શેરીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર ચાઈનીઝ ફીરકી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 94 ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે 37,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે મકરસંક્રાંતિમાં એકમેકના પતંગને કાપવા માટે થઈને ઘણી જગ્યાએ ચાઈનીઝ ફિરકીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને મકરસંક્રાંતિ પહેલા જિલ્લા કલેકટર દ્વારા ચાઈનીઝ ફીરકી તથા તુક્કલ વગેરેનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે નાની બજાર વિસ્તારમાં આવેલ રાધે શ્યામ શેરીમાં રહેતા સમીર બ્લોચના રહેણાંક મકાનમાં ચાઈનીઝ ફીરકી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 94 ચાઈનીઝ ફીરકી મળી આવતા 37,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સમીર વજીરભાઈ બ્લોચ (28) રહે. નાની બજાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
અકસ્માતમાં ઇજા
કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે રહેતા રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ (35) નામના યુવાનને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે રાધે હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા નયનાબેન મહેશભાઈ (31) નામની મહિલાને મારામારીના બનાવમાં માથા અને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી









