લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત માંડવીમાં આવેલ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ-ચેસ સ્પર્ધા યોજાઇ


SHARE







સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત માંડવીમાં આવેલ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ-ચેસ સ્પર્ધા યોજાઇ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે. સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા રવિવારે માંડવી મધ્યે સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ શ્રીમતી જોશનાબેન સેંઘાણી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, નગરપાલિકા સતા પક્ષના નેતા લાંતિક શાહ સહિતના હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર ભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News