સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત માંડવીમાં આવેલ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ-ચેસ સ્પર્ધા યોજાઇ
મોરબી જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે અનુ.જાતિના આગેવાનોએ એસપીને આપ્યું આવેદનપત્ર
SHARE
મોરબી જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે અનુ.જાતિના આગેવાનોએ એસપીને આપ્યું આવેદનપત્ર
તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં દારૂના દૂષણને ડામવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં નાશકારક દ્રવયોનું વેચાણ અટકાવવા માટે ઠેરઠેર રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે તેના માટે અનુ.જાતિના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લામાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણને ડામવામાં આવે તેવી માંગ કરેલ છે. આટલું જ નહીં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો તેમજ સંભવિત અધિકારીઓ અને નેતાઓની સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
મોરબી જિલ્લાના અનુ.જાતિ સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, જિલ્લામાં અનુ. જાતિ વિસ્તારોમાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધી ગયું છે. અને યુવાનો તેના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. વધુમાં આગેવાનોએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, કેટલાક પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓના સંપર્કના લીધે અમુક બુટલેગરો બચી જાય છે. અને દારૂનું વેચાણ જીલ્લામાં થાય છે ત્યારે દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે તેમજ અનુ. જાતિ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ કરી દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણને બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.