મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરમાં ફેરફાર
મોરબી જીલ્લામાં ડોક્ટર સાથે થયેલ 48.14 લાખની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: DYSP ની પત્રકાર પરિષદ યોજાઇ
SHARE
મોરબી જીલ્લામાં ડોક્ટર સાથે થયેલ 48.14 લાખની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: DYSP ની પત્રકાર પરિષદ યોજાઇ
શેર બજામાં રોકાણ કરીને કમાણી કરવા માટેની લોભામણી અને લલચામણી સ્કીમો સોશયલ મીડિયા મારફતે ઘણા લોકોને આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદમાં રહેતા ડોક્ટરને આપવામાં આવી હતી અને ત્યાર બાદ તે ડોક્ટરની સાથે 48.14 લાખની ઠગાઇ કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.
સોશિઅલ મીડિયાના યુગમાં જુદાજુદા પ્લેટ ફોર્મ ઉપર મૂકવામાં આવતી માહિતી અને વિગતોને સાચી સમજીને ઘણા લોકો સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે તેવામાં ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવાની જાણકારી હળવદમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાને આપવામાં આવી હતી ત્યાર બાદ આરોપીઓએ કાવતરું રચીને Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા ડો. ચેતનકુમારને એડ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી આરોપીઓ પૈકીના દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી સ્કીમો ફરિયાદીને સમજાવી હતી અને રોહિતસિંઘ ગ્રુપ એડમીને અલગ અલગ બેન્ક એકાઉન્ટના નંબર ફરિયાદીને મોકલાવીને કુલ મળીને 43.55 લાખનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ તે રકમ વીડ્રો કરવા માટે ફરિયાદી કહ્યું હતું ત્યારે સર્વિસ ટેક્સના 4.59 લાખ માંગવામાં આવ્યા હતા. જે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા આમ ડો. ચેતનકુમાર સાથે કુલ મળીને 48.14 લાખની ઠગાઈ કરવામાં આવી હતી જેનો ગુનો મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતો.
આ ગુનાનો ભેદ ઉકેલાયો તે બાબતે ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, મૂળ રાણેકપર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાએ ગત તા.18/11 ના રોજ જુદા જુદા સાત મોબાઇલના ધારકો સામે ફરિયાદ નોંધાવેલ હતી જેથી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમે આરોપી રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા, શ્યામ કિશોરભાઈ રૂપાપરા અને રાજુભાઇ દેવાંગભાઈ નાદાણિયાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અને મુખ્ય આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.









