લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરીને અંગુઠો કાપી નાખવાના ગુનામાં બે આરોપીને 10 વર્ષની સજા


SHARE







મોરબીમાં મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરીને અંગુઠો કાપી નાખવાના ગુનામાં બે આરોપીને 10 વર્ષની સજા

મોરબીમાં આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતી મહિલાને ત્યાં રહેવા માટે આવેલ મહિલાના પતિ અને દિયરે મહિલા પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો જેની ફરિયાદ આધારે બંને આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને 10 વર્ષની સજા અને 31-31 હજારનો દંડ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રેશ્માબેન ગીરીશભાઈ વિડજાએ વર્ષ 2017 માં ભીખા રૂપાભાઈ પરમાર અને અશોક રૂપાભાઈ પરમાર સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાંતાબેનને તેના પતિ ભીખા પરમાર સાથે અણબનાવ હતો જેથી કરીને તે ફરિયાદીના ઘરે આવીને રહેતા હતા તે બાબત મનદુઃખ રાખીને રેશ્માબેન એક્ટિવા લઈને જતાં હતા ત્યારે તેને રોક્યા હતા. ત્યારે આરોપી અશોક પરમારે ફરિયાદીને પકડી રાખ્યા હતા અને ત્યાર બાદ ભીખા પરમારે તેના ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો તે સમયે ફરિયાદીએ તેનો ડાબો હાથ વચ્ચે નાખતા આરોપીએ તલવાર ઝીકિને તેના હાથનો અંગુઠો કાપી નાખ્યો હતો. તેમજ પથ્થર વડે માથામાં મારીને ગંભીર ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઇજા પામેલ મહિલે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલ દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઇ પરમાર અને અશોકભાઈ રૂપાભાઇ પરમારને 10 વર્ષની સજા તેમજ બંને આરોપીને 31-31 હજાર રૂપિયાનો દંડ કરેલ છે. અને આ જે દંડની રકમમાંથી ભોગ બનેલ મહિલાને 50 હજાર વળતર આપવાનો આદેશ કર્યો છે.






Latest News