મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે 1 ડિસેમ્બર નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતનગર અને મોરબી સીટીમાં પોસ્ટર અને બેનર લઈ રેલીનું આયોજન કર્યું હતું અને લોકોને એઇડ્સ પ્રીવેન્શન બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં કે રિસ્ક ફેક્ટરસ કેવા હોય, તેની સેફટી માટે શું કરવું, તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ કોમ્યુનિટીમાં એઇડ્સ પ્રીવેન્શન માટે હતો અને વેક્સિનેશન શિડયુલ શું હોય અને તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય તે સમજાવવાનો હેતુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબી કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.