રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે રીવેન્ડીંગની દુકાનમાંથી 440 કિલો વાયર, 12 મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત 1.98 લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના લખધીરપુર રોડે રીવેન્ડીંગની દુકાનમાંથી 440 કિલો વાયર, 12 મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત 1.98 લાખના મુદામાલની ચોરી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં ન્યુ પટેલ રીવેન્ડીંગ નામની દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને ત્યાં દુકાનમાં રાખવામાં આવેલ 280 કિલો નવો કોપર વાયરઅન્ય સો કિલો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રીક મોટર તેમજ ટ્રાન્સફોર્મર તથા સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત કુલ મળીને 1.98 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાછળ ગજાનંદ પાર્ક તુલસીશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (40)એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-4 માં ન્યુ પટેલ રીવાઇડીંગ નામની તેઓની દુકાન આવેલી છે તેને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનનું શટર ઉચ્ચકાવીને નીચેથી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ દુકાનમાંથી ઈલેક્ટ્રીક મોટર રીપેરીંગ માટે રાખવામા આવેલ 280 કિલો નવો કોપરનો વાયર, સબમર્સીબલ મોટરનો નવો 100 કિલો વાયરકોપર વાયરનો 60 કિલો ભંગાર, 12 ઈલેક્ટ્રીક મોટરની બોડીએક ઈલેક્ટ્રીક પાવર ટ્રાન્સફર કરવા માટેનું ટ્રાન્સફોર્મર, દુકાનમાં લગાવે સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર આમ કુલ મળીને 1,98,200 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ વેપારીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News