મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર બનાવનારા સામે કડક કાર્યવાહી કરો: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષની વડાપ્રધાન સમક્ષ માંગ


SHARE











દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર બનાવનારા સામે કડક કાર્યવાહી કરો: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષની વડાપ્રધાન સમક્ષ માંગ

ભારત દેશમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ (Voter ID), અને જન્મ પ્રમાણપત્રો જેવા સંવેદનશીલ સરકારી દસ્તાવેજો બનાવતી અને વિતરિત કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી કરીને તેને શરૂઆતના તબક્કે જ કડક રીતે ડામી દેવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષ દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
 

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં લોકોના સંવેદનશીલ સરકારી દસ્તાવેજો બનાવતી અને વિતરિત કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓની સામે આકરા પગલાં લેવા માટેની રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, દેશની આંતરિક સુરક્ષા અને વહીવટી પારદર્શિતા માટે એક વિકરાળ અને ગંભીર પડકાર ઊભો થઈ રહ્યો છે. દેશભરમાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય ઓળખ પત્રો બનાવવાનું જે દૂષણ વ્યાપી રહ્યું છે, તે માત્ર વહીવટી ગેરરીતિ નથી, પરંતુ તે રાષ્ટ્રીય સલામતી માટેનું એક મોટું જોખમ છે. સમસ્યાની ગંભીરતા અને તેના દૂરોગામી પરિણામો ઉપર નજર કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ છે કેમ કે, નકલી દસ્તાવેજોનો ઉપયોગ દેશવિરોધી તત્વો, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ઘૂસણખોરીને કાયદેસરતા આપવા માટે થઈ શકે છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડાં પાડી શકે છે.


આ ઉપરાંત ભ્રષ્ટાચારનું મૂળ છે કેમ કે, ડમી પુરાવાઓ સરકારી નોકરીઓ, સરકારી યોજનાઓ, બેંક લોન અને અન્ય સંવેદનશીલ સેવાઓમાં ભ્રષ્ટાચારને વેગ આપે છે. તેમજ નકલી ચૂંટણી કાર્ડ દ્વારા કરાતું ડમી વોટિંગએ ભારતની લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા અને વિશ્વસનીયતા પર સીધો હુમલો છે. આટલું જ નહીં સરકારી અધિકારીઓ અને સામાન્ય જનતાને આ નકલી દસ્તાવેજોના કારણે જટિલ સમસ્યાઓ અને હેરાનગતિઓનો સામનો કરવો પડે છે, જેનાથી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર માઠી અસર થાય છે. જેથી કરીને આ માફિયાઓને જો શરૂઆતના તબક્કામાં જ કડક પગલાં દ્વારા ડામી દેવામાં નહીં આવે, તો તેઓ અમુક વર્ષો પછી માથાનો દુખાવો નહીં પણ દેશની નસોમાં વહેતું ઝેર બની જશે.


જેથી ઝીરો-ટોલરન્સ નીતિ ઉપર કામ કરીને નકલી દસ્તાવેજો બનાવવામાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંગઠનો સામે આતંકવાદ વિરોધી કાયદાની સમકક્ષ કલમો હેઠળ તાત્કાલિક અને અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને આરોપીઓની સજાની જોગવાઈ એટલી સખત અને ડરાવનારી હોવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. ખાસ કરીને આ પ્રવૃતિ ઉપર નજર રાખવા માટે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. તથા લોકોના દસ્તાવેજોની ચકાસણી પ્રણાલીને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેવી લાગણી વિકટ કરેલ છે. 






Latest News