મોરબીના શૈક્ષિક મહાસંઘની નવ નિયુક્ત શિક્ષણ મંત્રીની કરી શુભેચ્છા મુલાકાત
હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
SHARE
હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી કરીને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ભોગ બનેલ વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ ટીકરના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (44)એ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક નંબર જીજે 36 એએમ 6142 ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા આ લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા જેથી ભોગ બનેલ વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









