ટંકારા પોલીસે રાજકોટથી મોરબી ઠલવાતા ૪૫૦ લીટર દેશીદારૂ સાથે એકને દબોચ્યો, બે ની શોધખોળ
ટંકારાના નેકનામ ગામે કારખાનામાં ચક્કર આવ્યા બાદ પડી જતા યુવાનનું મોત
SHARE









ટંકારાના નેકનામ ગામે કારખાનામાં ચક્કર આવ્યા બાદ પડી જતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના નેકનામ ગામે હમીરપરના પાટીયા પાસે આવેલ પ્લેઝર પોલિપેક નામના કારખાનામાં કામ દરમિયાન ચક્કર આવ્યા બાદ પડી જવાથી પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે હમીરપર ગામના પાટીયા નજીક આવેલ પ્લેઝર પોલિપેક નામના કારખાનાની ઓરડીમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતો મનીષ ઇન્દ્રભાઈ પાલ નામનો ૧૮ વર્ષીય મજુર યુવાન ગઈકાલ તા.૧૬ ના અગિયારેક વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેની ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો અને તેને બેભાન હાલતમાં પડધરી સિવિલ ખાતે ખસેડાયો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી ટંકારા પોલીસને બનાવની જાણ કરતાં હાલ બનાવ સંદર્ભે ટંકારા પોલીસ મથકના એમ.કે.બ્લોચે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઘવાયેલા યુવાનનું સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ વિસ્તારમાં ગાંધી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રેમજીભાઈ ખીમજીભાઈ બોસીયા નામના એકવીસ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો.સારવાર લીધા બાદ રાહુલ બોસીયાએ પ્રકાશ વાલજી પરમાર રહે.મકનસર, રાજુ, મહેશ અને હેમંત એમ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં પ્રકાશ પરમારના પત્ની ઘરેથી જતા રહ્યા હોય તે વાતને લઈને તેઓ વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉપરોક્ત ચારેયએ એકસંપ કરીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલ રાહુલની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પ્રકાશ, રાજુ, મહેશ અને હેમંત વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
