રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ગાંધીધામમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધા યોજાઇ


SHARE







સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ગાંધીધામમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધા યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તા.૫/૧૨ ને શુક્રવારે ગાંધીધામ શહેરના સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ પરમાર, મહામંત્રી મનોજભાઈ મુલચંદાણી, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, ડી.એસ.ડી.ઓ કચ્છ જ્યોતીબેન ઠાકુર, કચ્છ કરાટે ફેડરેશનના સન્નીભાઈ બુચીયા અને પિયુષભાઈ શ્રીવાસ્તવ તથા બહોળી સંખ્યામાં સૌ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News