મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયગૃહની નાઈટ-ડ્રાઈવ યોજાઇ


SHARE













મોરબીમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયગૃહની નાઈટ-ડ્રાઈવ યોજાઇ

મોરબી શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી.

મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.૪/૧૨ ના રોજ રાત્રીના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા ૨૬ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ મોરબી મો. નં.૯૭૨૬૫૦૧૮૧૦ પર સંપર્ક કરવા જણાવ્યુ છે. 






Latest News