મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક કંપનીમાં કેમિકલ ડિઝાસ્ટરની મોક એકર્સસાઈઝમાં NDRF ની ટીમ પણ હાજર રહી


SHARE







મોરબીમાં સીરામીક કંપનીમાં કેમિકલ ડિઝાસ્ટરની મોક એકર્સસાઈઝમાં NDRF ની ટીમ પણ હાજર રહી

મોરબી જિલ્લામાં NDRF, જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા મોરબી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્યના સંયુકત ઉપક્રમે મોરબીમાં લીઓલી સીરામીકા પ્રા.લી, જૂના સાદૂળકા ખાતે કેમીકલ ડિઝાસ્ટર મોક એકર્સસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આવેલ કારખાનાઓમાં મુખ્ય જોખમ એલપીજી/ પ્રોપેન ગેસનું છે જે બાબતને ધ્યાનમાં રાખી પ્રોપેન ગેસ લીકેજ અંગે મોક એકર્સસાઈઝ રાખવામાં આવી હતી. જેના સિનારીયો અનુસાર લીઓલી સીરામીકા પ્રા.લીમાં પ્રોપેન ગેસ અનલોડીંગ કરતા સમયે ગેસ લીકેજ અંગેનું રિહર્ષલ કરવામાં આવ્યું હતું. આ મોક એકર્સસાઈઝમાં સૌપ્રથમ ગેસ લીકેજને કંટ્રોલ કરવા કારખાના દ્વારા પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પ્રોપેન ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલરુમમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ તથા વઘુ પડતા પ્રોપેન ગેસ લીક હોવાથી NDRF ને આ ઈમરજન્સી કંટ્રોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતા પૂર્વક કંટ્રોલ કરી હતી. આ ઓફ સાઇટ મોક એકર્સસાઈઝ પૂર્ણ થયા બાદ મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતે મોકડ્રીલ સફળતા પૂર્વક પૂર્ણ થતાં દરેકને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છા પાઠવી હતી. એકર્સસાઈઝ બાદ દરેક સુપરવાઇઝરના સુચનો મેળવવામાં આવ્યા હતા અને આપદાની આવી પરિસ્થતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી.

આ મોક એકર્સસાઈઝ અન્વયે કલેક્ટરના અધ્યક્ષસ્થાને  NDRF, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા નાયબ નિયામક ઔઘ્યોગિક સલામતિ અને સ્વાસ્થય મોરબીના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક એકર્સસાઈઝ અન્વયે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, NDRF ના અધિકારીઓ વિકમ ચૌઘરી અને જગદિશ પ્રસાદ અને તેમની ટીમ  ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જતીન આદેશરા, મોરબી, સહાયક નિયામક રાહુલ ચૌઘરી સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.






Latest News