રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક પેપર મિલના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લીલાપર નજીક પેપર મિલના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલમાં કામગીરી દરમિયાન મશીનમાં પડી જતા યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાધેશ્યામ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિવેક જમાહિરલાલ ચમાર (19) નામનો યુવાન ગઈકાલે સવારે 10:15 વાગ્યાના અરસામાં કારખાનામાં મજૂરી કામ કરી રહ્યો હતો ત્યારે મશીનમાં પડી જવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતો સંદીપ મહેશભાઈ ડાંગર (28) નામનો યુવાન કોઇ કારણોસર બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ફીનાઇલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધા સારવારમાં

માળીયાના વર્ષામેડી ગામે રહેતા રહેમતબેન હકીમભાઇ જત (61) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વવાણીયા નજીક કાસમપીરની દરગાહ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News