મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસે સાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતો યુવાન કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવડિયાની કેનાલ પાસે આવેલ લીયોના સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંજયભાઈ રાકેશભાઈ (18) નામનો યુવાન સિરામિક કારખાનામાં કામ કરતો હતો દરમિયાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી જવાના કારણે તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

ધોરાજીના રહેવાસી મામદભાઈ કાસમભાઈ ઠેબા (62) નામના વૃદ્ધ બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ હોટલ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

જામનગર જિલ્લાના વીજળીયા કાલાવાડના રહેવાથી નંદુબેન મોહનભાઈ ગોંડલીયા (90) નામના વૃદ્ધા સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News