મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી બરારથી નવાગામ વચ્ચે જુગાર રમતા 6 પકડાયા: મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા


SHARE









માળિયા (મી)ના મોટી બરારથી નવાગામ વચ્ચે જુગાર રમતા 6 પકડાયા: મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા

માળિયા મિયાણાં તાલુકા પોલીસની ટીમ મોટી બરારથી નવાગામ જવાના કાચા રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં જાહેરમાં બાવળની કાટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 36,600 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓને પકડીને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચંદુભાઈ પ્રભુભાઈ ગામી (58) રહે. ભાવપર, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા (36) રહે. ભાવપર, રમેશભાઈ મગનભાઈ સરડવા (53) રહે. સરવડ, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ (68) રહે. જસાપર, દીપકભાઈ વીરજીભાઈ મુછડીયા (27) રહે. સરવડ અને નિર્મલભાઇ મુળુભાઈ કાનગઢ (46) રહે. જસાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 36,600 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચલણી નોટના નંબર આધારે જુગાર

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ફરહાન મકબુલભાઈ પીલુડિયા (22) તથા દાઉદભાઈ સફીભાઈ હોકાવાડા (50) રહે. બંને વીસીપરા મોરબી વાળાને પકડીને તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબ્જે કરીને હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News