રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ઘરમાંથી દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના શનાળા ગામે ઘરમાંથી દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 105 બોટલ મળી આવી હતી જેથી 19,908 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીના સનાળા ગામે મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા વિકીભાઈ નાડાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 29 અને નાની 76 બોટલ આમ કુલ મળીને 105 બોટલ દારૂ મળી આવતા 19,908 ની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિકીભાઈ નારણભાઈ નાટડા રહે. સનાળા ગામ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

એક બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

હળવદના માથકથી ચૂંણી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 ની કિંમતની દારૂની બોટલ તથા 25,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 26,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુ રણછોડભાઈ કોળી રહે. માથક વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News