મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નાના રામપર ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે કાર, સીસીટીવી કેમેરા અને ઘરના દરવાજામાં 8 શખ્સોએ કરી તોડફોડ


SHARE









ટંકારાના નાના રામપર ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે કાર, સીસીટીવી કેમેરા અને ઘરના દરવાજામાં 8 શખ્સોએ કરી તોડફોડ

ટંકારાના નાના રામપર ગામે મંદિરના ધુળના ઢગલા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતને ખાર રાખીને આઠ શખ્સો ત્રણ કારમાં ધોકા અને પાઇપ લઈને યુવાનના ઘરે આવ્યા હતા અને યુવાનના વરંડામાં પ્રવેશ કરીને ત્યાં પડેલી તેની બે ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને ઘરના દરવાજામાં નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા 8 શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા (33)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે. હાલ ગોંડલ મૂળ નાના રામપર ટંકારા તથા તેની સાથે આવેલા અજાણ્યા 7 માણસો આમ કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ  છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતાને આઠ એક મહિના પહેલા રામપર ગામના રામાપીરના મંદિરના ધૂળના ઢગલા બાબતે કૌટુંબિક સભ્યો સાથે ઝઘડો થયેલ હતો જે બાબતનો ખાર રાખીને આરોપી રામદેવસિંહ ઝાલા તથા તેની સાથે બીજા અજાણ્યા શખ્સો જુદી જુદી ત્રણ ફોરવ્હીલ કારમાં તેઓના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં પાર્કિંગમાં વરંડામાં મૂકવામાં આવેલ ફરિયાદીની કાર નંબર જીજે 36 એલ 6620 તથા જીજે 3 એચકે 6620 માં ધોકા અને પાઇપ મારીને બંને કારના કાચને તોડી નાખ્યા હતા અને 40 હજાર રૂપિયાનું બંને કારમાં નુકસાન કર્યું છે તેમજ તેઓના ઘરે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા તોડી નાખેલ છે અને દરવાજામાં નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા નિયામતબેન જુમાભાઈ સુમરા નામના મહિલા એકટીવામાં તેના પતિ સાથે દવાખાને જતા હતા ત્યારે એકટીવા આડે કૂતરું આવ્યું હતું જેથી એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં નિયામતબેનને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા રુક્ષ્મણીબેન કરસનભાઈ (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હીરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News