મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે યુવાનને જીવન ટુકાવ્યું


SHARE





માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનને કર્યો આપઘાત

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસની આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે કોળીવાસમાં રહેતા વિઠ્ઠલભાઈ દેવાભાઈ દેગામા (47)એ પોતે પોતાના ઘરની અંદર ગઈકાલે કોઈ કારણોસર ઓસરીમાં લાકડા સાથે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક માળિયા મીયાણા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના રંગપર ગામ પાસે આવેલ એક્યુશા સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો બબલુસિંગ કિશનપાલસિંગ ચૌહાણ (21) નામનો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
દવા પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા શેરૂનભાઈ કૈલાશભાઈ અરજનિયા (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

છરી વડે ઇજા કરી
મોરબીના નાગડાવાસ ગામે રહેતા મહેશભાઈ ભીખુભાઈ સનુરા (32) નામના યુવાનને તેના કાકાએ છરી વડે ઇજા કરતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News