જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષે આરોપી પકડાયો


SHARE







મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષે આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015 માં ત્રણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલ હતા જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જે એમપીમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીને પકડી પડેલ છે અને 10 વર્ષ જૂના ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલ આરોપીને હાલમાં તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015 માં ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલ હતા જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી જફરૂદીન કમરૂદીન મેવ  રહે. જોતકાદર તાલુકો પહાડી રાજસ્થાન વાળાને પકડી પાડવા માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા. દરમ્યાન આરોપી હાલમા રાજેશ ચૌહાણની વાડીએ ઇશારપુર શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર મધ્યપ્રદેશમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસની એક ટીમ ત્યાં મોકલી હતી અને સ્થળ ઉપર રાજેશ ચૌહાણની વાડીએથી આરોપી મળી આવ્યા જુદાજુદા ચોરીના ત્રણ ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ત્યાંથી પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News