મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી


SHARE









ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી

વર્તમાન સમયમાં લોકોના રોકડ, દાગીના, વાહન, વસ્તુઓ વિગેરે સલામત નથી આટલું જ નહીં પરંતુ મંદિરોમાં ભગવાન પણ સલામત નથી તેવામાં હળવદના રાતાભેર ગામ પાસે વાડી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 1 લાખ રૂપિયાની કિંમતના અબોલજીવની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અબોલજીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે તેઓની તથા અન્ય સાહેદોની વાડી આવેલ છે અને ફરિયાદીએ પોતાની વાડીએ એક ભેંસ અને એક પાડીને બાંધીને રાખ્યા હતા જે 40,000 ની કિંમતના બે અબોલજીવની ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસ જે બંનેની કિંમત કુલ મળીને 60 હજાર રૂપિયા આમ કુલ મળીને 1 લાખની કિંમતના ચાર અબોલ જીવની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો કાનજીભાઈ ભરતભાઈ રાઠોડ (18) નામનો યુવાન ઘુટુ રોડ ઉપર સોનેટ સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા સિરામિક પાસે રહેતા વિનોદભાઈ રામપ્રસાદ અહિરવાલ (50) અને રાજકુમાર બાબુલાલ અહિરવાલ (35) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News