મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષે આરોપી પકડાયો
મોરબીની પીએમશ્રી તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓએ રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિરનો લાભ લીધો
SHARE
મોરબીની પીએમશ્રી તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓએ રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિરનો લાભ લીધો
મોરબીમાં આવેલ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓએ પ્રકૃતિ શિબિરમાં જોડાઈને અનુભવ જન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ શહેરી વિસ્તારમાં આવેલી સરકારના પીએમશ્રી પ્રોજેક્ટમાં પસંદ થયેલી શાળા છે. તે અન્વયે ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક્સપોઝર વિઝીટ અંતર્ગત રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિર કરાવવામાં આવી હતી. પર્યાવરણ અંગે જાગૃતિ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પ્રદૂષણ, વૃક્ષારોપણ, વિવિધ પક્ષીઓના અવાજ, વિવિધ વનસ્પતિઓના ઉપયોગો, વિવિધ પશુ પ્રાણીઓની વિશેષતાઓ વગેરેની માહિતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકાનેરના અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપી હતી. વિદ્યાર્થીઓની કાળજી માટે શાળાના શિક્ષક તેમજ સીઆરસી કોઓર્ડીનેટરએ ભારે જહેમત ઉઠાવી હતી.









