જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના ચકમપર ગામે વાડીઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા જયેશ મંગાભાઈ નાયક (30) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાકરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એન.મિયાત્રા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના અમરેલી ગામ પાસે આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા પ્રદીપ કિશોરભાઈ નકુમ (19) નામના યુવાનને ખેતલા આપા ટી સ્ટોલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે લેવીસ ગ્રેનાઈટો કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહનભાઈ રામદયાલભાઈ (27) નામનો યુવાન પગ લપસી જવાના કારણે ઊંચાઈ ઉપરથી નીચે ટકાતા બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોટ લાગ્યો

ભચાઉ તાલુકાના કટારીયા ખાતે શબ્બીર જાનમામદ રાઉમા (29) નામના યુવાનને કામ દરમિયાન પાણીના ટાંકા પાસે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News