મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનને માથામાં હેમરેજ


SHARE









મોરબીના મકનસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનને માથામાં હેમરેજ

મોરબીના મકનસર પાસે નેશનલ હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથામાં હેમરેજ જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

મોરબીના નવા મકનસર ગામે પાણીના ટાંકાની બાજુમાં રહેતા મેપાભાઇ વિશાભાઈ વેરાણા (43) નામના યુવાને બાઈક નંબર જીજે 36 એએમ 7054 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, મકનસર પાસે આવેલ ચામુંડા પ્લાઝા નજીક નેશનલ હાઈવે રોડ ઉપરથી તે પગપાળા ચાલીને પસાર થઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને માથામાં હેમરેજ જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવમાં ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના આમરણ ગામે વાડી વિસ્તારમાં હરિરામ રવજીભાઈ ચૌહાણ (45) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે રહેતા સમુનાથ રામચંદ્રનાથ (40) નામના યુવાનને ગામમાં આવેલ બાપાસીતારામ હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News